વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર સાઈરામ દવે ઉપસ્થિત રહેશે મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા ભારત માતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃતાંત પર આધારિત રાષ્ટ્રભક્તિ લોક ડાયરો યોજાશે.28 એપ્રિલ ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા 'રાયગઢ કિલ્લા' જાણતા રાજા મહા નાટક મેદાન ખાતે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે. તો આ રાષ્ટ્રભક્તિ લોક ડાયરાને માણવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.