મોરબી : મોરબીના ભડિયાદ ખાતે તારીખ 28 એપ્રિલ ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે અજાબાપાની મેલડી માતાજીનો મજરો યોજાશે. જેમાં અજાબાપા, રાવળદેવ કારૂભાઈ, માધા બાપા, મોમજી બાપા, ભદા ભુવાજી, મયુર ભુવાજી અને મગન ભુવાજી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ડાક ડમરૂની રમઝટ બોલશે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં સૌ ભક્તોને હાજરી આપવા જણાવ્યું છે.