વાંકાનેર : રાજકોટ - અમદાવાદ હાઇવે ઉપર એમએચ - 46 - એએફ- 9050 નંબરના એન્ગલ ભરેલા ટ્રકની સાઈડ કાપવા જતા ટ્રકની બહાર નીકળેલા એન્ગલ સાથે અથડાતા જીજે - 13 - બીએચ - 1549 નંબરના બાઈક ચાલક પ્રકાશભાઈ વિરજીભાઈ મેઘાણી રહે.મોટી મોલડી તા.ચોટીલા વાળાનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો.