મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આગામી તારીખ 1 મેના રોજ સવારે 8 કલાકે મોરબી મહાનગરપાલિકા તથા સિરામીક એસોસિએશન દ્વારા રવાપર ચોકડી ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશમાં શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને જોડાવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.