મોરબી : તા. 26-4-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે વેલકમ પ્રાઇડ, ક્રિષ્ના સ્કૂલની સામે, રવાપર-મોરબી ખાતે પીઠડના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા કરમશીભાઈ છગનભાઈ કાસુન્દ્રા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.