મોરબી : મોરબી એપીએમસી ખાતે આજે નાફેડ તથા ગુજકોમાસોલ મારફતે માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.દ્વારા ચણા તથા રાયડાની ટેકાના ભાવની ખરીદીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે કૃભકો ન્યૂ દિલ્હી તથા ગુજકોમસોલના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો ઓપ બેંક લી. ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા, સંઘના મેનેજર ઉત્સવભાઈ, ગુજકોમસોલના અધિકારી નિખિલભાઈ ભાગિયા, ગુજકોમસોલના પ્રતિનિધિ તરીકે ચેતનભાઇ ભાગીયા, સંઘના તમામ કર્મચારીઓ તથા સહકારી આગેવાનો તથા ખેડૂત મિત્રોની હાજરીમાં સરકારની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે.