મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિવસે મોરબીની અસ્મિતા શિર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓ યોજાશે.યુવાઓમાં ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના ઉદ્દેશથી તારીખ 1 મે ને ગુરુવારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાંજે 6 કલાકે મરોબીના કેસરબાગ ખાતે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની અસ્મિતા અંતર્ગત આ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે અને પ્રથમ નંબર મેળવનારને 2 હજાર રૂપિયા રોકડ પુરસ્કાર, બીજા નંબરે આવનારને 1 હજાર અને તૃતીય નંબરે વિજેતા થનારને 500 રૂપિયા રોકડ પુરસ્કાર અપાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 30 એપ્રિલે બપોરે 12 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવી લેવા મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે