મોરબી : આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ તારીખ 25 એપ્રિલના રોજ હિંદુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે જ ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાન અને આતંકવાદનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સર્વે હિન્દુ સંગઠનોના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.