ચૂંટાયેલા પ્રતિનિધિની રજૂઆત બાદ પાલિકાએ કામગીરી કરીહળવદ : હળવદ શહેરના ત્રણ રસ્તા થી બાપા સીતારામની મઢૂલી સુધીમાં હાલ નવા રોડની કામગીરી ચાલુ છે.આ રોડની એક સાઇડ બની ગઈ હોય જેની પર જોખમી બમ્પ ખડકી દેવામાં આવતા અનેક વાહન ચાલકોને વાહનમાં નુકસાનીની સાથે અકસ્માત નો ભાય સતાવી રહ્યો હતો જે બાબતની રજૂઆત પાલિકાના સભ્ય દ્વારા કરવામાં આવતા આખરે જોખમી બમ્પ તોડવામાં આવ્યા છે. બે દિવસ પહેલા શહેરના વોર્ડ નંબર એકના મહિલા સદસ્ય ભારતીબેન દોરાલા દ્વારા હળવદ નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરી ત્રણ રસ્તા થી બાપા સીતારામની મઢૂલી સુધીમા નવા રોડ પર ખડકી દેવામાં આવેલ જોખમી બમ્પ હટાવવા માંગ કરી હતી.અને આખરે પાલિકાએ નવા બનેલા રોડ પર જોખમ રૂપ બનતા બમ્પને તોડવામાં આવ્યા છે.