મોરબી : મોરબીમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પાકિસ્તાનની સેના, પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાનના જનરલનું પોસ્ટર પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને સાથે યુએનએસસીએ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતી.અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આતંકી પાકિસ્તાન દેશનો ધ્વજ, પાકિસ્તાન જનરલ મુનીર, પાકિસ્તાની સેના, પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની સરકારનું પોસ્ટર પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને સાથે ભારત સરકાર, અમેરિકા સરકાર તથા યુએનસી કાઉન્સિલ વર્લ્ડને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવામાં આવે તથા પાકિસ્તાન આતંકી કેમ્પને ધ્વસ્ત કરવામાં આવે. પાકિસ્તાનના એટમ બોમ વર્લ્ડ યુએનસી દ્વારા રિકવર કરવામાં આવે અને વર્લ્ડના કોઈપણ દેશના ટુરિસ્ટ પાકિસ્તાનમાં મુસાફરી કરવા ના જાય એવો અનુરોધ કરવામાં આવ્યો હતો.