હળવદ : હળવદના પલાસણમાં આધેડની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પલાસણ ગામની સીમમાં તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.45 રહે.પલાસણની કોઈ કારણોસર ઝાલાભાઈ રામાભાઈ મુધવા ઉ.વ.47 રહે. પલાસણવાળાએ માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ આરોપીને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ, ડી.વી.કાનાણી, એ.એસ.આઈ. રમેશભાઈ ગોહિલ, અજીતસિંહ સીસોદીયા, પો.હેડ કોન્સ. દિનેશભાઈ હનાભાઇ, લાલભા રઘુભા, પો.કોન્સ. વનરાજસિંહ માવુભા, સાગરભાઇ કુરીયા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, વનરાજભાઈ કાનાભાઈ, સંજયભાઇ મનજીભાઇ, ભાગ્યદીપસિંહ વિક્રમસિંહ, હિતેશભાઇ મહાદેવભાઇ, સુરેશભાઇ પ્રતાપભાઇ રોકાયેલ હતા.