મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ઇકબાલ બાવામિયા બુખારી ઉ.30 નામના યુવાન ઉપર આમરણ ગામના જ રહેવાસી જાકિરમીયા રજાકમિયા બુખારી નામના શખ્સે રમઝાન મહિનામાં ગરીબોને આપવાની રાશનકીટ મામલે તું મારા ભાઈ સરફરાઝ વિશે કેમ હલકી વાતો કરે છે કહી લાફા મારી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.