મોરબી : મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. કારોલીયાની સૂચના અનુસાર તેમજ મોરબી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કોટડીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરની ટીમ દ્રારા આજ રોજ 25 એપ્રિલ 2025ના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન લાલપર ગામમાં રેલીનું આયોજન કરી સેજાના ગામોમાં રંગોળી, જુથ ચર્ચાઓ, પત્રીકા વિતરણ, પોરા નિદર્શન અને મેલેરીયા અટકાયતી પગલા અને વિવિધ પ્રકારની આઈ.ઈ.સી. હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, આયુષ મેડિકલ ઓફિસર ડો.જયેશ રામાવત, સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ તથા પી.એચ.સી.ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.