મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણમાં આજે તા.25-4-2025ના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલીયાની સુચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના મેડિકલ ઓફિસર ડો.જાગૃતિ ગાંભવાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતેના ગામોમાં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત મેલેરિયા અટકાયતી પગલા અને વિવિધ પ્રકારની આઈ.ઈ.સી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોરાનાશક કામગીરી, પોરા નિદર્શન, ગપ્પી માછલીનું પ્રદર્શન, રંગોળી, સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલમા રેલી કાઢી જનજાગૃતિ લાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામા આવે છે. જેનો હેતુ મેલેરિયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગ્રુતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે.