મોરબી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર દેશમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માની શાંતિ માટે મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. કમ્ફર્ટ રિસોર્ટના સ્ટાફ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.