સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરના વાવડી રોડ, શનાળા રોડ અને ત્રાજપર વિસ્તારમાં સીટી એ અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં ત્રણ શખ્સોને વિદેશી દારૂની નાની - મોટી પાંચ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર મીરા પાર્ક સોસાયટીના ગેટ પાસેથી આરોપી સાહિલ રફીકભાઈ સેડાત રહે.લાતીપ્લોટ વાળાને એક બોટલ વોડકા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં શનાળા નજીક ઇન્દિરાવાસમા દરોડો પાડી આરોપી અશ્વિન રવજીભાઈ વાઘેલા રહે.શનાળા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1820 સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે ત્રાજપર રામકુવા પાસેથી આરોપી કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા રહે.રાતીદેવડી તા.વાંકાનેર વાળાને વિદેશી દારૂના બે અડધિયા કિંમત રૂપિયા 714 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.