મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરૂગેટ ચોકમાં પણ બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈમોરબી : આતંકી ઘટનાના વિરોધમાં મોરબી આજે ભારે આક્રોશ સાથે સજ્જડ બંધ રહ્યું છે. આ સાથે મૌન રેલી યોજવામાં આવી હતી. જે પૂર્ણ થતાં આતંકવાદીના પૂતળાને સળગાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોન જીવ ગયા છે. મોરબીમાં આ આતંકી ઘટનાને વખોડી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદ - બજરંગ દળ અને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા આજે બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.નવા બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં મૌન રેલી શરૂ થઈ હતી. આ રેલી નગરદરવાજાએ પૂર્ણ થઈ છે. જ્યાં બે મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આતંકવાદીના પૂતળાને સળગાવાયુ હતું. સાથે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.