નગરદરવાજે અને નવા બસ સ્ટેન્ડ પાસે પાકિસ્તાનનો ઝંડો દોરાયો, લોકો પગપાળા તથા વાહન લઈને તેની માથે ચાલે તો પાકિસ્તાનનું અપમાન થાય તે ઉદ્દેશથી ઝંડો દોરવામાં આવ્યોમોરબી : પહેલગામ આતંકી હુમલા સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશના અજય લોરીયા દ્વારા મોરબીમાં બે સ્થળોએ રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો દોરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે અજય લોરીયા દ્વારા જણાવાયુ છે કે પહેલગામ આંતકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. લોકોમાં આતંકવાદ અને આતંકવાદની ફેક્ટરી ગણાતા પાકિસ્તાન સામે જબરો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અમારી દેશભક્ત ટીમ દ્વારા નવા બસ સ્ટેશન પાસે અને નગર દરવાજા પાસે રોડ પર પાકિસ્તાનના ઝંડા દોરીને પાકિસ્તાનને તેની ઓકાત બતાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. આ બન્ને રોડ ઉપર લોકોની મોટી સંખ્યામાં અવરજવર છે. લોકો આ ઝંડા ઉપર પગપાળા ચાલે, વાહન ચલાવે જેથી સતત પાકિસ્તાનનું અપમાન થતું રહે તે ઉદ્દેશ સાથે આ ઝંડા બનાવવામાં આવ્યા છે. આ ઝંડા બનાવવા માટે તેઓની ટિમે રાત્રીના 11 વાગ્યાથી લઈ સવારના 5 વાગ્યા સુધી સતત જહેમત ઉઠાવી હતી.