મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આતંકવાદીઓને નેસ્ત-નાબુદ કરવા માગમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના સુન્ની મુસ્લિમ મિયાણા જમાત દ્વારા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તીવ્ર નિંમદા કરીને પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે જ આતંકવાદીઓને નેસ્ત-નાબુદ કરવા માટે મામલતદાર મારફતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું.સુન્ની મુસ્લિમ મિયાણા જમાત દ્વારા આતંકવાદી હુમલાને માનવતા પર કલંક ગણાવ્યો હતો અને કૃત્ય કરનારા તમામ ગુનેગારો સામે રોષ વ્યક્ત કર્યો હતો. આવા કૃત્યો કરનારાના માનવતાના દુશ્મનો હોવાનું ગણાવ્યું હતું. આ તકે મૌન રેલી યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.