મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા પરિવારની 19 માસની પુત્રી રમતા રમતા કોઈ ભેદી પ્રવાહી પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ ફોરેન ડેકોર કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ધર્મેન્દ્રસિંહ માંગીલાલ માલવીયાની 19 માસની પુત્રી લક્ષ્મી ગઈકાલે સાંજના સમયે રમતા રમતા કોઈ ભેદી પ્રવાહી પી જતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.