મોરબી : જમ્મુ - કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આ દરમ્યાન આ ઘટનાને વખોરી કાઢતા મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલ આતંકી હુમલો ઘોર નિંદનીય છે. આ કાયરતા અને અમાનવીય કૃત્યમાં કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. હું તમામ દિવંગતોની પુણ્યઆત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઘૃણાસ્પદ કૃત્યમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર તમામ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અને બાબા મહાકાલને પ્રાર્થના છે કે, આ હુમલામાં ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય. આપનો દેશ આતંકવાદીઓની વિરુદ્ધમાં એકસાથે છે. આતંકવાદીઓના જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના કોઈ પણ ષડયંત્રને સફળ નહીં થવા દઈએ. અને આ દુષ્કૃત્યનો આતંકવાદીઓને જડબાતોડ જવાબ જરૂર મળશે.