મૃતકના પુત્રએ પલાસણ ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીહળવદ : હળવદ તાલુકાના પલાસણ ગામની પાણાખાણ નજીક જુના ઝઘડાનો ખાર રાખી ગામના જ એક શખ્સે આધેડની હત્યા કરી નાખતા બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના પલાસણ ગામની સીમમાં પાણા ખાણ નજીક ગઈકાલે તળશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.46 નામના આધેડની આરોપી ઝાલાભાઈ રામભાઈ ભરવાડ રહે.પલાસણ નામના શખ્સે જુના ઝઘડાનો ખાર રાખી માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. હત્યાના આ બનાવમાં મૃતકના પુત્ર વિજયભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.