મોરબી : પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે મોરબીમાં અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ સાથે નવા બસ સ્ટેન્ડથી નહેરૂગેટ ચોક સુધી મૌન રેલી યોજવાનો અને આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ મૌન રેલીમાં મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સદસ્ય એવા તબીબો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે તબીબોએ આજે કાળી પટ્ટી બાંધી ફરજ બજાવીને આ આતંકી ઘટના સામે રોષ પ્રગટ કર્યો હતો.