મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત:સુખાય યોજના અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે 24 એપ્રિલના રોજ મોરબી ઘટક 1ના બગથળા સેજાના મોડપર ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગર્ભ સંસ્કાર વિધિમાં 5 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સંગીતાબેન કગથરા તેમજ સબ સેન્ટર મોડપર સ્ટાફ દર્શનાબેન (CHO), અલ્પાબેન(FHW) આંગણવાડી વર્કર મનીષાબેન પરમાર, હેલ્પર રેખાબેન કુંડારીયા અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમના દાતા મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરા દ્વારા સગર્ભા બહેનો માટે પોષ્ટિક કીટ (ખીર પુરી) વિતરણ કરવામાં આવ્યા હતા.