મોરબી : આવતીકાલ તા. 26-4-2025 ને શનિવારના રોજ સવારે 9:30 થી 1:30 કલાક દરમ્યાન સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાજકોટથી સ્પેશિયલિસ્ટ થેરાપીસ્ટ ડોકટરો દ્વારા વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કાર્ડિયોપલ્મોનરી એમ.પી.ટી. ડો. કુલદીપ રામાવત, મુસ્ક્યુલો સ્કેલેટર એમ.પી.ટી. ડો. શાહરુખ ખાન ચૌહાણ, ડો. ખુશી કોટેચા અને ડો. ઉમંગ વરસડા દ્વારા કમર, ગરદન, ઘૂંટણ, ખભા, એડીના દુઃખાવા, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા, વિવિધ ઓપરેશનોની સારવાર, હાથ-પગ તથા મોઢાનો લકવો, કંપવા, સેરેબ્રલ પાલ્સી, સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, પ્રસુતિ દરમ્યાન અને પછીની કસરતો, રમત-ગમતમાં થયેલી ઇજાની સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં આવતી વખતે દર્દીએ પોતાના જુના રિપોર્ટ સાથે રાખવા. તેમજ કેમ્પનો લાભ લેવા માટે 99092 00020 પર રજિસ્ટ્રેશન કરાવવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.