મોરબી : મોરબીના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રસિંહ જાડેજાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં લેખિત રજૂઆત કરીને વિદ્યુતનગર- હરીપાર્કના રોડ રસ્તાનું સમારકામ કરવા જણાવ્યું છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર-3માં વિદ્યુતનગર- હરી પાર્ક વિસ્તારના રોડ રસ્તા તૂટી ગયા છે તથા સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે. આ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી કરાઈ નથી. ત્યારે તાત્કાલિક ધોરણે રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.