જમીનમાં ભાગ માંગતા ચાર શખ્સોએ બે યુવાનને માર માર્યોહળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે વડીલો પાર્જિત ખેતીની જમીન મામલે ભાગ આપવાનું કહેતા ચાર આરોપીઓએ બે કૌટુંબિક ભાઈઓને ધારીયા, પાવડા અને લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા રાજુભાઇ રણછોડભાઈ નંદેસરિયા અને સંજયભાઈ પોતાની વડીલો પાર્જિત ખેતીની જમીનનો ભાગ આપવા મામલે આરોપી શંકર પ્રભુભાઈ નંદેસરિયા, બાબુ પ્રભુભાઈ નંદેસરિયા, જગદીશ બાબુભાઇ નંદેસરિયા અને સંજય બાબુભાઇ નંદેસરિયા રહે.તમામ દિઘડિયા વાળાઓ સાથે વાતચીત કરી ભાયુભાગની જમીન આપી દેવા સમજાવવા જતા આરોપીઓએ ધારીયા, પાવડા અને લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.