મોરબી : મોરબીના ત્રાજપર ગામે આવેલ સિરામિક સિટી ટાઉનશિપમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોના ન્યાય માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં સિરામિક સિટી પ્રમુખ રામસાગર જયસ્વાલ, પૂનમબેન, આશાબેન સહિતના સમસ્ત સિરામિક સિટી પરિવારના 300 જેટલા લોકોએ મળીને કેન્ડલ માર્ચ કાઢી હતી અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ સરકાર સમક્ષ માગ કરી હતી કે ઝડપથી ગુનેગારોને સજા મળે.