સામસામે એક્ટિવા અથડાતા મોરબીના યુવાનને ઇજા પહોંચીટંકારા : ટંકારા - રાજકોટ હાઇવે ઉપર ઓબરબ્રિજ ઉપર ગત તા.9 એપ્રિલના રોજ રોંગ સાઈડમાં ધસી આવેલા એક્ટિવા ચાલકે સામેથી આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જતાં રોંગ સાઈડમાં આવેલા ટંકારાના એક્ટિવા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મોરબીના રહેવાસી એક્ટિવા ચાલકને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તા.9 એપ્રિલના રોજ મોરબી ખાતે રહેતા મૂળ ઓટાળા ગામના વતની ફરિયાદી મયંકભાઈ લલિતભાઈ ભાલોડીયા એક્ટિવા લઈને જતા હતા ત્યારે ટંકારા ઓવરબ્રિજ ઉપર સામેથી રોંગ સાઈડમાં આવી અનવર સીદીકભાઈ સરર્વદીએ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં અનવરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મયંકભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.