વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી નજીક જીજે - 36 - વી - 3644 નંબરના છોટાહાથી વાહનના ચાલકે જીજે - 36 - એજી - 8905 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક જહાંગીરભાઈ જમાભાઈ દલ રહે.વાંકાનેર, સલમાબેન આસિફભાઈ ભૂંગર તેમજ જહાંગીરભાઈની ભાણેજ અલીના ઉ.5ને ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.