મોરબી : મોરબીમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન નવલખી રોડ પર વિખૂટી પડેલી મહિલા હેતલબેનનું આશ્રય ગૃહની સંચાલક સંસ્થા દ્વારા પતિ સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર વિગત અનુસાર, આજરોજ વહેલીન સવારે 4 કલાકે પોલીસ પેટ્રોલિંગ સ્ટાફ દ્વારા અજાણી મહિલા ભૂલી પડેલી સ્થિતિમાં નવલખી રોડ પર નજરે પડતા તેમને આશ્રયગૃહના નાઇટ સ્ટાફ સમક્ષ હાજર કરી હતી. પ્રાથમિક તપાસમાં તેમનું નામ હેતલબેન જણાવ્યું હતું અને તે તેમના પતિ સાથે કોઈ કામથી સાંજે મોરબી આવવા નીકળી હતી અને કોઈ કારણસર વિખૂટી પડી જતા ભૂલી પડી હતી. તેમણે ભૂખ લાગી હોય, એ સમયે નાસ્તો કરાવી ને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 181 ટીમને જાણ કરવામાં આવી હતી. 181 દ્વારા કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જરૂર જણાતા સખી વન સ્ટોપ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને તેમના પતિનો સંપર્ક કરી ત્યાંથી તેમની સાથે વિદાય આપવામાં આવી હતી. આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓએ સરકારી વિભાગોના સુચારૂ સંકલન દ્વારા ભૂલી પડેલી મહિલાને તેમના પતિ સાથે મિલન કરાવીને દંપતિ પર આવેલી સમસ્યા હલ કરવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવી હતી.ઉલ્લેખનીય છે કે, ઓક્ટોમ્બર 2024થી શરૂ થયેલા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેન બસેરા) ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય સાથે ભોજન, આજીવિકા, હેલ્થ કેમ્પ સરકારી યોજનાઓના લાભો સહિતની સુવિધાઓ માનનીય કમિશનર સ્વપ્નિલ ખરે – IAS, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા – GASના માર્ગદર્શન હેઠળ તથા મોરબી મહાનગરપાલિકા UCD વિભાગના સહકારથી સંપૂર્ણ પણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લાભાર્થીઓ સિદ્ધિ ખાદી ગ્રામ્યઉદ્યોગ કેળવણી સંસ્થાનો મો.નં.9726501810 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.