મોરબી : મોરબીના સરદારબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તારીખ 28 એપ્રિલ ને સોમવારના રોજ સવારે 8-30 થી 11-30 સુધી સ્મૃતિ કથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી મોરબીના અગ્રણી હરિભક્ત ધીરુભાઈ ડી. ભોજાણી અક્ષર નિવાસી થતાં મંદિરના મહંત સ્વામી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરણાથી દિવ્ય કથા સત્સંગ સભાનું આયોજન કરાયું છે. જેમાં કથાના વક્તા ભક્તિનંદનદાસજી સ્વામી (મહંત, હળવદ) કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે રણજીતગઢ, મકનસર, મોરબીથી સંતો-મહંતો તથા સાંખ્યયોગી બાશ્રીઓ પધારશે. સભાના યજમાન અતુલભાઈ ધીરુભાઈ ભોજાણી તથા ભોજાણી પરિવાર છે. આ પ્રસંગે યજમાન પરિવાર તરફથી કથા તથા મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.