ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે પેટ્રોલપંપના ખુલ્લા પાર્કિંગમાંથી પેટ્રોલપંપના મેનેજરની રૂપિયા 25 હજાર રોકડા ભરેલા થેલા સાથેની મારુતિ સુઝુકી કંપનીની 6 લાખની કિંમતની બલેનો કાર કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મિતાણા નજીક આવેલ યદુનંદન પેટ્રોલપંપના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો તસ્કર તા.22ના રોજ મધ્યરાત્રીના સમયે પેટ્રોલપંપના મેનજર એવા ફરિયાદી અંબરીશભાઈ હેમરાજભાઈ ભીમણીની માલિકીની રૂ. 6 લાખની કિંમતની મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર તેમજ ગાડીમાં પડેલા રૂ. 25 હજાર રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેના થેલાની ચોરી કરી નાસી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.