'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં 133 સ્પર્ધકોએ હોંશભેર લીધો ભાગ : તમામ સ્પર્ધકોએ સુંદર ચિત્રો દોરી ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા : વિજેતાઓને ઇનામોનું વિતરણ, ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ અપાયામોરબી : મોરબી અપડેટ અને મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સને ડીલીટ કરીએ અભિયાન હેઠળ ઓપન મોરબી ચિત્રસ્પર્ધાનું સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 133 જેટલાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ સુંદર ચિત્રો દોરીને ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચિત્રસ્પર્ધાનું આયોજન બે વિભાગમાં કરવામાં આવ્યું હતું. જેમાં 11 થી 17 વર્ષના વિભાગમાં ભાલોડીયા અનેરી પ્રથમ, સનાવડા પ્રાપ્તિ દ્વિતીય, બરાસરા ધ્રુવી તૃતીય અને શુભમ પટેલ તેમજ ગોહેલ ક્રિશાને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. 18 વર્ષ અને તેથી વધુમાં પરમાર યશ્વી પ્રથમ, સુરેલા વિશાલ દ્વિતીય, ભીમાણી ખુશી તૃતીય અને સરડવા ધ્રુવી તેમજ વડગામા સાક્ષીને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. તમામ વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભુદરભાઈ ઠોરીયા, ક્રિષ્નાબેન રૂપાલા, દેવાંશીબેન પરમાર અને કમલેશભાઈ નગવાડીયાએ નિર્ણાયક તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને ડ્રગ્સ અંગે જાગૃતિ આવે એ માટે મોરબી અપડેટના ફાઉન્ડર અને ચીફ દિલીપભાઈ બરાસરા, SOG પી.એસ.આઈ. અંસારી, સાર્થક વિદ્યામંદિરના આચાર્ય કિશોરભાઈ શુક્લ અને રમણીકભાઇ બરાસરા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરનો વિશેષ સહયોગ મળ્યો હતો.