શક્તિ માતાજી,હનુમાનજી અને ગણપતિ દાદાના મંદિરે ધાર્મિક કાર્યક્રમો : ગામ સમસ્ત દ્વારા આયોજન હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર,હનુમાનજીનું મંદિર અને ગણપતિ દાદાના મંદિરનો 31મો પાટોત્સવનું આયોજન આવતીકાલે 25 એપ્રિલને શુક્રવારના રોજ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ અપાયું છે. આવતીકાલે શુક્રવારે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભક્તિ નંદનદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય 108 અંબારામદાસજી બાપુની પ્રેરણાથી નવા માળીયાદ ગામને આંગણે વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદા તથા અનન્ય રામભક્ત શ્રી હનુમાનજી મહારાજ તથા જગતજનની માં શક્તિના મંદિરે 31માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હવન,ધર્મસભાની સાથે ડાકલાની રમઝટ બોલશે.સાથે સાથે દાતાશ્રીઓનુ સન્માન,મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 25 એપ્રિલના રોજ સવારે ૭:૩૦ કલાકે માંડવા રોપવામાં આવશે,તેમજ ૯ વાગ્યાથી 12:00 વાગ્યા સુધી ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેના વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ભક્તિનંદન સ્વામી હાજર રહેશે. ત્યારબાદ શ્રીફળ હોમવાનું અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે રાત્રિના નવ વાગ્યે ડાકલાની રમઝટ બોલાશે આ કાર્યક્રમને સફળ બનાવવામાં માટે સત્સંગી સેવક નવા માલણીયા ગામ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.