મોરબી : મોરબી તાલુકામાં 79.80% જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા આ વસુલાત કરવા બદલ તમામ તલાટી કમ મંત્રીઓ અને વિસ્તરણ અધિકારીઓને તાલુકો પંચાયત કચેરીના તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રશંસા પત્ર આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મહત્વનું છે કે, આ વેરા વસુલાત ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમાં જ જમા થાય છે અને સરકાર તરફથી જે વસુલાત સામે પ્રોત્સાહક ગ્રાન્ટ મળે તે પણ સીધી ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમાં જમા થાય છે. આ સ્વ ભંડોળમાં જમા થયેલી રકમ ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.