મોરબી : મોરબી મહાનગરપાલીકા બન્યા બાદ સમાવેશ કરવામાં આવેલ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયુ છે કે મોરબીના સામાકાંઠે આવેલ વોર્ડ નં-4માં તેની નજીકમાં આવતા વિસ્તારો ભડીયાદ, જવાહર, ખારી, ત્રાજપર, માળીયા, વનાળીયા, ઉમીયાનગર, બૌધ્ધનગર, જીવરાજ પાર્ક, નદી કાંઠા જેનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી મુળભુત સુવિધાઓ આપવામાં આવે તેમજ સર્વે કરી ભૂગર્ભ તેમજ કમલા પાર્કમાં વરસાદી પાણીનો નિકાલ, સી.સી. રોડનું કામ થાય તે જરૂરી છે. અનુપમરાજ સોસાયટી, કમલાપાર્ક, ગીતા પાર્ક, 8-ઓરડી, હાઉસીંગ બોર્ડથી ચકકર રોડ, બીલેશ્વર મહાદેવથી હાઇવે સુધી, પોટરી શાળાથી અંબિકા ગરબી મંડળ સુધી, વરીયાનગર બાલા હનુમાન વાળી શેરી રોડના રહીશોને ઝડપી સુવિધાઓ મળે તેવી માંગ છે.