કાલે સવારે નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી મૌન રેલીનું આયોજનમોરબી : પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મોરબીમાં કાલે શુક્રવારે અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક સંગઠનોએ સવારે 9:30થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવા સમર્થન આપ્યું છે. પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. તેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ ઘટનાને પગલે મોરબીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓએ કાયરતાપૂર્વક કરેલા હુમલાની ભારે નિંદા કરવામાં આવી રહી છે. વધુમાં આવતીકાલે મોરબી અડધો દિવસ બંધ રાખવાનું એલાન પણ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, શ્રીમાળી સોની યુવા સંગઠન, મોરબી સુવર્ણકાર એસોસિએશન, મોરબી ચેમ્બર ઓફ કોમર્સ, પી.જી. પટેલ કોલેજ સહિતના સંગઠનો અને સંસ્થાઓએ મોરબી બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. વધુમાં આવતીકાલે સવારે 9 વાગ્યે મોરબીના નવા બસ સ્ટેન્ડથી મોરબીના નગર દરવાજા સુધી મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.