મોરબી : ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી - ગોરખપુર - ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. 25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ -બારાબંકી -ગોંડા -ગોરખપુર -પાનીહાવા -નરકટિયાગંજ -મુઝફ્ફરપુરને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ -મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ -વારાણસી -ઓંડીહાર -છાપરા -મુઝફ્ફરપુર થઈને જશે. રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય.