હળવદ : મસાણી મેલડી ગૃપ દ્વારા તા. 25-4-2025ને શુક્રવારના રોજ દૂધની ડેરીની પાછળ કડીયાણા ખાતે શ્રી મસાણી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 24-4-2025ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે માંડલું રાખેલ છે. તા. 25 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 8 કલાકે થાંભલી રોપણ, સાંજે 5 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 8 કલાકે ભરતભાઈ લાલાભાઈ, રાજુભાઇ રાવળદેવ (માથકવાળા), કલાકાર રાજુભાઇ ચલોળા (અમદાવાદ), કલાકાર કુલદીપ રબારી (સુરેન્દ્રનગર) દ્વારા ડાકલાની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ તા. 26 એપ્રિલને શનિવારના રોજ સવારે 9 કલાકે માંડવો વધાવવામાં આવશે.