આતંકીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળના આગેવાનોની માંગમોરબી : જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીને તેમની હત્યા કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર રાષ્ટ્રને આઘાતગ્રસ્ત અને રોષિત કરનાર છે. આ માત્ર એક આતંકી હુમલો નથી, પરંતુ ભારતના બહુમત હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે. તેમ જણાવી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટર તંત્રને આવેદન આપવામાં આવ્યું છે.આવેદનમાં જણાવાયુ છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ તેમને ફાંસીની સજા આપવામાં આવે. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પર્યટકો માટે સ્થાયી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. મૃતકના પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય અને એક પરિવારજને સરકારી નોકરી આપવામાં આવે. દરેક ધાર્મિક સ્થળ અને યાત્રાઓ માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે.ધાર્મિક આધાર પર કરવામાં આવેલી હિંસાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી સંડોવાયેલા તમામ આતંકીઓને કઠોર શિક્ષા આપવામાં આવે.આ ઘટના માત્ર પીડિત પરિવારજનો માટે નહીં, પરંતુ સમગ્ર હિંદૂ સમાજ માટે એક આંતરિક ઘા છે. આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક ન્યાય સાથે સંકળાયેલી ઘાતક ઘટના તરીકે લઇને તાત્કાલિક, કઠોર અને નક્કર પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ આતંકી તત્ત્વ ભારતભૂમિ પર આવી ન શકે.આવેદન વેળાએ ગીરીશભાઈ ઘેલાણી-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સી.ડી.રામાવત-મોરબી જીલ્લા અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, પ્રતાપભાઈ ચગ-મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નેવિલભાઈ પંડિત-મોરબી જીલ્લા અધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ, શ્યામભાઈ ચૌહાણ-મોરબી જીલ્લા મહામંત્રી-રાષ્ટ્રીય બજરંગ દળ,લખનભાઈ કક્કડ-મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ, ધરમેન્દ્રભાઈ કાલરીયા-મોરબી તાલુકા પ્રમુખ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ભાવીનભાઈ ઘેલાણી-મોરબી શહેર અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નરેન્દ્રભાઈ પાવ-મોરબી શહેર ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નિર્મિતભાઈ કક્કડ-મોરબી શહેર મંત્રી- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, પારસભાઈ ચગ-મોરબી શહેર અધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ મહેન્દ્રભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.