મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 24/4/2025 ના રોજ મોરબી ઘટક 1 ના આમરણ સેજાના આમરણ ડાયમંડ નગર ગામે રામજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગર્ભ સંસ્કાર વિધિમાં 17 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી ઘટક 1 ના મુખ્ય સેવિકા જિલ્લામાંથી આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર, તાલુકામાંથી આવેલ બ્લોક કોર્ડીનેટર, ગામના સરપંચ તેમજ આંગણવાડીના વર્કર બહેનો તેમજ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં દાતા જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન નિમેષભાઈ ગાંભવા તરફથી સુખડી તેમજ કીવી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું.