હળવદ નગરપાલિકાના સદસ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલા દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆતહળવદ : હળવદ શહેરમાં ત્રણ રસ્તાથી બાપા સીતારામની મઢુલી સુધી નવો બનેલ આર.સી.સી. રોડ પર જીવલેણ બમ્પ બનાવવામાં આવ્યા છે. તો આ બમ્પ હટાવવા બાબતે હળવદ નગરપાલિકાના સદસ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલા દ્વારા હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, હળવદ શહેરમાં ત્રણ રસ્તાથી બાપા સીતારામની મઢુલી સુધી નવો બનેલ આર.સી.સી. રોડ પર જીવલેણ બમ્પ બનાવવામાં આવ્યા છે. જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનું જોખમ ઊભું થયું છે. જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે. ત્યારે આ નવા બનાવેલા ભયજનક અને જીવલેણ બમ્પ જો બે દિવસમાં હટાવવામાં નહિ આવે તો નગરપાલિકા કચેરી ખાતે પ્રજા અને કાર્યકર્તાઓ સાથે ધરણા પ્રદર્શન કરી પ્રતીકાત્મક આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.