જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓને ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતાર્યાની આતંકી ઘટના સામે ભારે વિરોધ : કાલે અડધો દિવસ મોરબી બંધનું પણ એલાનમોરબી : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછી હુમલો કર્યાની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ દ્વારા બજારોમાં ધર્મ જોઈને જ સામાન ખરીદો તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળની યાદીમાં જણાવ્યા અનુસાર ૨૨ એપ્રિલના રોજ પહેલગામની બાજુમાં બાઈસરનમાં જેહાદી માનસિકતા વાળા આતંકવાદીઓએ જે લોકો કાશ્મીર ફરવા ગયા હતા. તે પર્યટકો ઉપર તેમનો ધર્મ પૂછી, કલમાં વાંચવાનું કહી, લોકોના ટ્રાઉઝર ઉતારીને ધર્મ ચેક કરવામાં આવ્યો અને પછી હિન્દુ છે એવી આતંકવાદીને ખબર પડી એટલે એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. જે ઘટનાની વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ સખ્ત શબ્દોમાં નિંદા કરે છે અને એ આતંકવાદીઓના વિરોધમાં કાલે તા.25મીએન સવારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પાસેથી ચાલીને નગરદરવાજા સુધી મૌન રેલી યોજવામાં આવશે. નગરદરવાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ વેપારી એસોસિએશનોને અને જનતાને જોડાવવા અપીલ કરવામાં આવી છે.આ સાથે ગઈકાલ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા મોરબીની મેઈન બજારમાં દુકાને- દુકાને સ્ટીકર પણ મારવામાં આવ્યા કે જો કોઈ ઇસ્લામિક આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર કરતા હોય તો હવે હિન્દુ સમાજ પણ ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી મોરબી નગરના તમામ વેપારી એસોસિએશને કાલ સવારે અડધો દિવસ બંધનું એલાન કર્યું છે એ નિર્ણયની વિશ્વ હિંદુ પરિષદ - બજરંગદળ સરાહના કરે છે અને આ કાર્યક્રમમા સહભાગી થવા બદલ હદયથી આભાર વ્યક્ત કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.