મોરબી : બગથળા અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા 26 એપ્રિલના રોજ આંદરણા ગામે કોમિક અને નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આંદરણા ગામે ભાગવત સપ્તાહ ચાલી રહી છે ત્યારે આ નિમિત્તે 26 એપ્રિલે રાત્રે 9 કલાકે ભવ્ય મહાન નાટક શેણી વિજાણંદ અને સાથે જ હાસ્યથી ભરપૂર કડવી ડોશીનો ઘર સંસાર નામનું કોમિક ભજવવામાં આવશે. તો આ કોમિક અને નાટક નિહાળવા માટે સૌ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.