મોરબી : આગામી ચૈત્રવદ અગિયારસને તા. ૨૪ને ગુરૂવારના રોજ મોરબીના સામાકાંઠે આવેલી મહાપ્રભુજીના બેઠકજી ખાતે પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭-૦૦ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮-૦૦ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧-૦૦ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩-૦૦ કલાકે રહેશે. અપરસમાં ઝારી ચરણસ્પર્શનો ક્રમ સવારે ૭-૦૦ કલાકથી બપોરના ૧-૦૦ કલાક સુધીનો રહેશે. પ્રાગટય દર્શન બપોરે ૩-૦૦ કલાકથી સાંજે ૭-૦૦ કલાક સુધી થશે. મોરબીની વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.