● તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, 48 કલાકમાં દેશ છોડવા આદેશ ● સિંધુ જળ કરાર રદ્દ● ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરાશે● પાકિસ્તાનમાંથી ભારતીય દૂતાવાસના અધિકારીઓને પરત બોલાવી લેવાશે● અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરાશેમોરબી : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 27 નાગરિકોના મોત થયા છે. આ બનાવને લઈને ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક (CCS)માં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ CCS બેઠક અઢી કલાક ચાલી છે. તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, NSA અજિત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર હતા._____________________________● પહેલો નિર્ણય : પાકિસ્તાન સાથે 1960નો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યો છે. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ કરાર સ્થગિત કરવામાં આવ્યો છે._____________________________● બીજો નિર્ણયઅટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. જે લોકોએ માન્ય પરવાનગી સાથે આ માર્ગે સરહદ પાર કરી છે તેઓ 1 મે, 2025 પહેલા આ જ માર્ગે પાછા ફરી શકે છે._____________________________● ત્રીજો નિર્ણય પાકિસ્તાની નાગરિકોને SAARC વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ જારી કરાયેલા બધા SVES વિઝા અમાન્ય ગણવામાં આવશે. SVES વિઝા પર હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર દેશ છોડી દેવો પડશે._____________________________● ચોથો નિર્ણય નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે._____________________________● પાંચમો નિર્ણય ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પાછા ખેંચી રહ્યું છે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ ગણવામાં આવશે._____________________________