ફાયર એનઓસી ન ધરાવતી શાળાઓનો નોટિસ અપાઈમોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર વીક અંતર્ગત તારીખ 14 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, હોટેલ, મોલ, રહેણાક બિલ્ડિંગમાં ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી હતી.4 હોસ્પિટલમાં 34 હેલ્થકેર સ્ટાફને, 4 હોટેલના 48 સ્ટાફને, 4 કોમર્શિયલ/મોલના સ્ટાફને, 3રેસિડેન્ટ બિલ્ડિંગના 90 રહેવાસીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે જ શાળાઓમાં ચેકિંગ હાથ ધરીને એનઓસી ન ધરાવતી શાળાને નોટિસ આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં 6 જુદી જુદી જગ્યાએ આગના બનાવ બન્યા હતા જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. જુદી જુદી જગ્યાએ રાત્રિ સંવાદ કાર્યક્રમ થકી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ફાયરની કામગીરી તેમજ ફાયર સેફ્ટીના વિવિધ મુદ્દાઓ પર નાગરિકોને માહિતગાર કરાયા હતા. આગની કોઈ દુર્ઘટના બને તો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ 02822-230050 અને 101 પર સંપર્ક કરવા જણાવાયું છે.