પોલીસે મોત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસથી લાપતા થયેલા મંડપ સર્વિસના ધંધાર્થીનો મૃતદેહ મચ્છુ-3 ડેમના કાંઠેથી મળી આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મંડપ સર્વિસના વ્યવસાય સાથે જોડાયેલા હસમુખભાઈ રાઘવજીભાઈ પરેચા ઉ.વ.46 છેલ્લા બે દિવસથી લાપતા હતા. તેવામાં આજે જુના આરટીઓ પુલ પાસે મચ્છુ-3 ડેમના કાંઠેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયરની ટીમે સવારે 7 વાગ્યે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈ પોલીસે નોંધ કરી મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.