રાત્રે એરપોર્ટ ખાતે મૃતદેહ આવશે : અનેક મંત્રીઓ રહેશે ઉપસ્થિતમોરબી : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ આજે રાત્રે અંદાજે ૮:૫૫ વાગ્યે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ આવશે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને મુકેશ પટેલ હાજર રહેશે.સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે ૧૧ વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે. ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મંત્રી હર્ષ સંઘવી અને શ્રી મુકેશ પટેલ સુરત એરપોર્ટ પર હાજર રહેશે અને આશાસ્પદ યુવકનો મૃતદેહ પરિવારને સોંપશે અને પરિવારજનોને સાંત્વના પાઠવશે. આવતીકાલે મંત્રી હર્ષ સંઘવી સુરતમાં મૃતક યુવકની અંતિમ યાત્રામાં જોડાશે. મંત્રીના આવતીકાલના વડોદરાના તમામ કાર્યક્રમો રદ કરાયા છે. તેમ યાદીમાં જણાવાયું છે.